મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીનું શનિવારે ખાતમુર્હત કરાશે


SHARE









મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીનું શનિવારે ખાતમુર્હત કરાશે

મોરબીના રવાપર લીલાપર કેનાલ રોડ ઉપર આગામી તા. ૧ માર્ચને શનિવારે બપોરે ૨ કલાકે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન અને સમાજવાડીનું ખાતમુર્હત કરવામાં આવશે ત્યારે ધર્મગુરુ ઉપરાંત સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકો હાજર રહેશે.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નીર્માહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ, (દૂધરેજધામ) હાજર રહેશે તેમજ ૧૦૦૮ મહામંડલેશ્વર રામબાલકદાસ બાપુ (દૂધઈધામ) અને બંસીદાસ બાપુ મેસરિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ બાબુભાઇ દેસાઇ, વિનોદભાઇ ચાવડા, પરસોતમભાઇ રૂપાલા, ચંદુભાઈ શિહોરા, કેશરિદેવસિંહ ઝાલા અને પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા તેમજ માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને જયંતિભાઈ કવાડીયા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા, સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયા, જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.




Latest News