મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેર તાલુકામાં 10.55 કરોડના ખર્ચે પાંચ રોડ બનશે


SHARE













ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેર તાલુકામાં 10.55 કરોડના ખર્ચે પાંચ રોડ બનશે

વાંકાનેરના ધારાસભ્ય દ્વારા જુદાજુદા રોડ માટે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી જેથી કરીને ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને વાંકાનેર વિસ્તારમાં અલગ અલગ પાંચ રોડના 10.55 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. જેથી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને સફળતા મળી છે.

67-વાંકાનેર-કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગમાં જુદાજુદા રોડ માટે રજૂઆતો કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાન લઈને તીથવા જડેશ્ચર રોડ થી ભંગેશ્ચર મંદિર સુધીનો રસ્તો અંદાજીત 1 કરોડના ખર્ચે, દેરાળા થી ખાનપર ગામ સુધીનો રસ્તો અંદાજી2.75 કરોડના ખર્ચે, એસ.એચ.થી નવા રાતીદેવરી મંદિર રોડ 70 લાખના ખર્ચે, જાલી ચોકડીથી હસનપર ગામ સુધીનો રસ્તો 2.10 કરોડના ખર્ચે બનશે અને ગારીડા થી સમઢીયાળા, ગુંદાખડા અને સતાપર ગામને જોડતા રસ્તાનું 4 કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યા છે. આમ જુદાજુદા પાંચ રોડ મંજૂર કરવા બદલ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.






Latest News