ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેર તાલુકામાં 10.55 કરોડના ખર્ચે પાંચ રોડ બનશે
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃદ્ધ માતાઓને રાશનકીટ અર્પણ
SHARE






મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃદ્ધ માતાઓને રાશનકીટ અર્પણ
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી મુસ્કાન વેલફેર સોસાયટી સેવકીય કામ સાથે જોડાયેલ છે તેવામાં સમાજ સેવા અંતર્ગત તાજેતરમાં "અડોપ્શન ઓફ મા" પ્રોજેક્ટ હેઠળ 15 વૃદ્ધ માતાઓને પુનઃ 12 મહિનાં સુધી બેઝિક રાશન કીટ આપવામાં આવી હતી. ગત વર્ષે પણ આ પ્રોજેક્ટ હેઠળ 6 વૃદ્ધ માતાઓને કીટ આપવામાં આવી હતી. જેથી તેઓની દૈનિક જીવનનિર્વાહ સરળતાથી કરી શકે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધ માતાઓને માન-સન્માન અને સહાયતા પ્રદાન કરવો છે. અને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભવિષ્યમાં પણ આવી સામાજિક કલ્યાણકારી યોજનાઓ ચાલુ જ રાખવામા આવશે.


