બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં પેટ્રોલ પંપ પાસેથી એક્ટિવાની ચોરી કરનાર આરોપી ચોરાઉ વાહન સાથે ઝડપાયો


SHARE







































મોરબીમાં પેટ્રોલ પંપ પાસેથી એક્ટિવાની ચોરી કરનાર આરોપી ચોરાઉ વાહન સાથે ઝડપાયો

મોરબીના ગાંધીચોક પાસે આવેલ પેટ્રોલ પંપમાંથી એકટીવાની ચોરી કરવામાં આવી હતી જેની વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં મોરબી જેલ ચોક પાસેથી ચોરાઉ એક્ટિવા સાથે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં ગાંધીચોક પાસે ભારત પેટ્રોલ પંપમાં એકટીવા નંબર જીજે 3 એસ 9325 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું એકટીવા ગત તા. 19/2 ના રોજ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદા થયેલ હતી અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાબતે મહિપતસિંહ લાખુભા ઝાલા (58) રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ મોરબી વાળાએ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ  હતી અને મોરબીમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સીસથી બાતમી મળી હતી જેના આધારે રાજદીપસિંહ રાણા, હિતેષભાઈ ચાવડા તથા સિધ્ધાજસિંહ જાડેજા વોચમાં હતા તેવામાં મોરબીના જેલ ચોક પાસેથી એક્ટિવા લઈને નીકળેલા શખ્સને રોકીને ચેક કરતાં તેની પાસે જરૂરી કાગળ હતા નહીં અને પોકેટ કોપથી સર્ચ કરતા આ એક્ટિવા ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ એક્ટિવા સાથે આરોપી મુસ્તાકભાઇ અબ્દુલભાઈ ચાનીયા (60) રહે. કાલીકાપ્લોટ મોરબી વાળાની 20 હજારની કિંમતના એક્ટિવા સાથે ધરપકડ કરેલ છે.

કારખાનના કવાર્ટર પાસેથી બાઈકની ચોરી
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક આવેલ જ્યોતિ સેનેટરી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ રાજકોટના રહેવાસી મુન્નાભાઈ રાણાભાઇ સોઢા (43)એ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નર્સરી ચોકડીથી જ્યોતિ સેનેટરીના લેબર ક્વાર્ટર પાસે તેણે પોતાનું બાઈક નં. જીજે 3 એમએન 8518 પાર્ક કરીને મૂક્યું હતું જે 70 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
















Latest News