મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતાં યુવાનનું ચાલુ બસે જ મોત


SHARE









મોરબીના ઉંચી માંડલ ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતાં યુવાનનું ચાલુ બસે જ મોત

ઓડીસાથી મોરબી આવી રહેલ યુવાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેસીને મુસાફરી કરી રહ્યો હતો ત્યારે કોઈપણ કારણોસર તે યુવાનનું બસમાં જ મૃત્યુ નીપજયું હતું જેથી આ અંગેની ટ્રાવેલ્સ બસના કંડકટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના સોનપુર પાઉચકુલી બાલેશ્વરના રહેવાસી રતિકાંત મધુસુદન ભદ્રા (38) નામનો યુવાન બાલેશ્વર ઓડીસાથી મોરબી ખાતે રાજલક્ષ્મી ટ્રાવેલ્સની બસમાં બેસીને આવી રહ્યો હતો દરમ્યાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે બસ પહોંચી હતી ત્યારે કોઈપણ કારણોસર ચાલુ બસમાં જ તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ અંગેની ટ્રાવેલ્સ બસના કંડકટર રાધાલ્લભ ભરતચંદ્ર રાઉલ (28) રહે. ઓડીસા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News