મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા !
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE









મોરબી જીલ્લામાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર મારામારી અને દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સો સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે બંને પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે બંને આરોપીઓને પાસા વોરંટની બજવણી કરીને રાજ્યની જુદીજુદી જેલ હવાલે કરેલ છે.

મોરબી જીલ્લામાં મારા મારી, વ્યાજ વટાવ અને અસમાજિક પ્રવૃતિ સાથે સંડોવાયેલા શખ્સોની સામે પોલીસ વિભાગ દ્વારા પાસા દરખાસ્ત મૂકવામાં આવે છે અને પાસા મંજૂર કરવામાં આવે એટ્લે આરોપીને પકડીને પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી સાહેબ, ઇન્ચાર્જ ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ જુદાજુદા બે શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં મોરબીમાં અવાર નવાર મારામારીના ગુનામાં  પકડાયેલ આરોપી જયેશભાઇ તુલશીભાઈ કાસુન્દ્રા (39) રહે. રવાપર બોનીપાર્ક શ્રીનાજી પેલેસ ફલેટ નં.૫૦૧ મોરબી મુળ રહે.ઘુનડા તાલુકો ટંકારા વાળાની મોરબી એ ડીવીઝન દ્રારા પાસાની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા જયેશભાઇ કાસુન્દ્રાને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામાં આવેલ છે. આવી જ રીતે મોરબી તાલુકા તથા માળીયા (મિં)માં દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા આરોપી તૈયબભાઇ ગુલમહમદભાઇ માણેક (35) રહે. વીસીપરા મોરબી-ર મુળ રહે. સિકારપુર તાલુકો ભચાઉ વાળાને પાસા વોરંટની બજવણી કરીને જુનાગઢ જિલ્લા જેલ હવાલે કરવામાં આવેલ છે.

જુગાર રમતા પકડાયા
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી હિતેશભાઈ બાબુભાઈ કુનતીયા (19) અને બેચરભાઈ ભાણજીભાઈ ઉકેડીયા (20) નામના બે વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 500 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News