બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબી એલ.ઇ. કોલેજ ખાતે લેન્કો એલમની એસો. દ્વારા ૧૪ મુ ગોલ્ડ મેડલ ફંકશન યોજાશે


SHARE







































મોરબી એલ.ઇ. કોલેજ ખાતે લેન્કો એલમની એસો. દ્વારા ૧૪ મુ ગોલ્ડ મેડલ ફંકશન યોજાશે

મોરબી લેન્કો એલ્યુમિનિ એસો. દ્વારા એલ.ઇ. કોલેજ ખાતેથી તાજેતરમાં અભ્યાસ પુર્ણ કર્યો છે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પોતાના વિષયમાં કે બ્રાન્ચમાં ટોપ કર્યું છે તેમને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવે છે અને આગામી તા. ૫ માર્ચને બુધવારના રોજ ૧૪ મુ ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન યોજાશે.

આ ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન સાથે એલ.ઇ. કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પી.એસ.પી. પ્રોજેક્ટસ પ્રા લિ.ના પ્રહલાદભાઈ પટેલ છે આ ઉપરાંત લેન્કો એલમની એસો.ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને હર્ષા એન્જીનીયર્સના મેનેજીંગ ડીરેકટર હરીશભાઈ રંગવાલા  તથા એલ.ઈ. કોલેજના પ્રિન્સીપાલ ડો. આર.કે. મેવાડા કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. અને દેશ વિદેશમાં વસતા એલ.ઈ. કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ આ તકે પોતાની માતૃસંસ્થા ખાતે જુના સંસ્મરણો તાજા કરવા અને કોલેજ કાળના મિત્રોને મળવા ખુબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં આવશે એવું સંસ્થાના સેક્રેટરી એન.આર.હુંબલ અને જયદેવ શાહએ યાદીમાં જણાવ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લેન્કો એલમની એસો.ના પ્રેસિડેન્ટ અમૃત મેનપરા, હસમુખ ઉભડીયા, પરેશ પટેલ સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
















Latest News