મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં લખધીરવાસ ગેટ પાસે ગટરમાં વધુ એક વખત ગૌવંશ ખાબક્યું


SHARE









મોરબીમાં લખધીરવાસ ગેટ પાસે ગટરમાં વધુ એક વખત ગૌવંશ ખાબક્યું

મોરબી મહાપાલિકા દ્વારા તૂટેલી ગટરોને રીપેર કરવામાં આવે છે તેવી વાતો કરવામાં આવી રહી છે જો કે, ગટર તૂટેલ હોવાથી કે પછી ઢાંકણા ન હોવાથી ત્યની વખત ગૌવંશ અને ગૌમાતા ગટરમાં પડે છે આવી જ રીતે મોરબીમાં લખધીરવાસના ગેટ પાસે જે ઉકડા ઢગલા હોય છે ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા છે જેથી અવાર નવાર ગૌવંશ અને ગાય તેમાં પડે છે જેથી આ ગટર માટે પાલિકા અને મહાપાલિકામાં અનેક રજૂઆતો કરેલ છે તો પણ ગટરના ઢાંકણા રીપેર કરવામાં આવતા નથી જેથી કરીને ગૌવંશ તેમ પડે છે તેવી જ રીતે વધુ એક વખત ગૌવંશ ગટરમાં પડતાં યદુનંદન ગૌશાળા અને મહાપાલિકાને જાણ કરી હતી જેથી કરીને જીસીબી બોલાવીને ગટરમાંથી ગૌવંશને બહાર કાઢવામાં આવેલ છે જો કે, ભવિષ્યમાં આ ખુલ્લી ગટરમાં કોઈ બાળક પડી જાય અને સુરત જેવી ઘટના બને તેની તંત્ર દ્વારા રાહ જોવાને બદલે વહેલી તકે કચરો દૂર કરીને ત્યાં ગટરના ઢાંકણા કરવામાં આવે તેવી મોરબી સર્વે હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી છે 




Latest News