મોરબી એલ.ઇ. કોલેજ ખાતે લેન્કો એલમની એસો. દ્વારા ૧૪ મુ ગોલ્ડ મેડલ ફંકશન યોજાશે
મોરબીના જલારામ મંદિરે નિર્મલભાઈ જારીયાના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
SHARE






મોરબીના જલારામ મંદિરે નિર્મલભાઈ જારીયાના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે નિર્મલભાઈ સામતભાઈ જારીયા (પ્રમુખ, મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો) પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે અને આ મંદિરે અત્યાર સુધીના ૪૧ કેમ્પમા કુલ ૧૨૦૬૪ લોકોએ લાભ લીધો તેમજ ૫૪૯૭ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૪ ના રોજ મોરબીના જલારામ ધામ ખાતે સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ સામતભાઈ જારીયા પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડોક્ટર સહિતના સ્ટાફ દ્વારા સેવામાં આપવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. આ કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.


