મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી ગુપ્ત મતદાન કરાવવા ચૂંટાયેલ સભ્યોની માંગ


SHARE











વાંકાનેર પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી ગુપ્ત મતદાન કરાવવા ચૂંટાયેલ સભ્યોની માંગ

વાંકાનેર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી થવાની છે તેમાં ગુપ્ત મતદાન કરાવવા માટે પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ માંગ કરી છે અને તેના માટેની લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે

વાંકાનેર પાલિકાની ચુંટણીમાં ચૂંટાયેલ કોંગ્રેસનાં પાંચ સહિત કુલ 6 સભ્યોએ ચુંટણી અધિકારી વાંકાનેર પાલિકા અને પ્રાંત અધિકારી વાંકાનેરને લેખિતમાં રજૂઆત કરી છે કેપાલિકાની મધ્યસત્ર ચુંટણી તાજેતરમાં યોજાઇ હતી અને હવે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી તા. ૫ માર્ચના રોજ યોજાનાર છે જે ચુંટણી પ્રક્રિયા ગુપ્ત મતદાન પ્રક્રિયાથી કરાવવામાં આવે તે જરૂરી છે કેમ કેમતદારો તરીકે જાહેરમાં મતદાન કરતા પાલિકાના ચૂંટાયેલા સભ્યોને ડર લાગે છે.

વધુમાં જણાવ્યુ છે કેમતદાર તરીકે ચૂંટાયેલ સભ્યનો નિર્ણય જાહેર થતા તેના ઉપર અને તેના પરિવારને શારીરિક કે અન્ય નુકશાન પહોંચી શકે છે. જેથી ચુંટણી ગુપ્ત મતદાન પ્રક્રિયાથી કરાવવામાં આવે  અને મતદારો કોઈપણ પ્રકારના ભય કે લોભ લાલચ વગર સ્વેચ્છાએ મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાની માંગ કરી છે તેમજ ચુંટણી સમયે ચુંટણીપંચ દ્વારા અધિકૃત અધિકારીઓકર્મચારીઓ અને ચૂંટાયેલા સદસ્યો સિવાય કોઈપણ વ્યક્તિ પરિસરમાં પ્રવેશ ન કરી શકે તેવી પણ માંગ કરી છે






Latest News