વાંકાનેર પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી ગુપ્ત મતદાન કરાવવા ચૂંટાયેલ સભ્યોની માંગ
મોરબીના શકત શનાળામાં કચરો લેવા માટે ડોર ટુ ડોર વાહનની વ્યવસ્થા કરવા માંગ
SHARE







મોરબીના શકત શનાળામાં કચરો લેવા માટે ડોર ટુ ડોર વાહનની વ્યવસ્થા કરવા માંગ
મોરબી જિલ્લા કોંગ્રેસના લીગલ સેલના પ્રમુખ દ્વારા પાલીકાના કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, શકત શનાળા ગામનો હવે મહાનગરપાલીકા હદ વિસ્તારમાં સમાવેશ થઈ ગયેલ છે.તો પછી હવે શકત શનાળા ગામને મહાનગરપાલીકાની સુવિધાઓ મળવી જોઈએ.શક્ત શનાળા ગ્રામ પંચાયત દ્વારા શનાળા ગામમાં રહેતા લોકોનો રોજીંદા વપરાશમાંથી નીકળતો કચરો ટ્રેકટર દ્વારા ડોર ટુ ડોર જઈ ભેગો કરવામાં આવતો હતો.જે કામ બંધ હોવાથી આ રજૂઆત કરવામાં આવેલ છે કે તત્કાલીન શકત શનાળા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા કરી સ્વચ્છ વિસ્તારનું સ્વપ્ન સાકાર થાય તે હેતુથી આ વ્યવસ્થા કરાવશો.શનાળા ગ્રામ પંચાયત પંચાયત દ્વારા ચલાવવામાં આવતી સુવિધાઓ બંધ કરી દેવામાં આવે છે.તે ધ્યાને લેશો.તેમ કોંગ્રેસ લીગ સેલના પ્રમુખ ભાવિન ફેફરએ મોરબી મહાનગરપાલીકાના કમિશ્નરને લેખીત રજૂઆત કરી જણાવેલ છે અને યોગ્ય કરવા માંગ કરેલ છે.તે ઉપરાંત મોરબી નજીકના નાનીવાવડી ગામ ત્રાજપર ગ્રામ્ય વિસ્તાર અને રવાપર ગામ સહિતના વિસ્તારોમાં પણ ડોર ટુ ડોર કચરા વ્યવસ્થાનું યોગ્ય સંકલન થતું ન હોય તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
