મોરબી મહાપાલિકાને જન્મ મરણના દાખલા માટે મલ્ટીપલ લોગઈન આઈ.ડી. આપતા કામમાં સરળતા
SHARE






મોરબી મહાપાલિકાને જન્મ મરણના દાખલા માટે મલ્ટીપલ લોગઈન આઈ.ડી. આપતા કામમાં સરળતા
મોરબી મહાનગરપાલિકામા જન્મ મરણ વિભાગમાં માલ્ટીપલ લોગઈન આઈ.ડી. મળતા જન્મ મરણના દાખલા કાઢવાની કામગીરી ઝડપથી થઈ રહી છે. અને ગુરુવારે ૨૦૦ જેટલા જન્મ મરણ ના દાખલા સિટી સિવિક સેન્ટર રેનબસેરા મોરબી ખાતે કાઢવામાં આવ્યા છે. અને હવેથી સિટી સિવિક સેન્ટર, રેનબસેરા, મોરબી ખાતે દરરોજ સવારે ૯:૦૦ કલાકે ૨૦૦ ટોકન આપવામાં આવે છે જેથી લોકોએ વહેલી સવારે ટોકન લેવા માટે ન આવવા તથા કામગીરીમાં સહકાર આપવા ડેપ્યુટી કમિશનર દ્વારા અપીલ કરવામા આવી છે. તેમજ ૪ લોગિન કાર્યરત થયેલ છે જેના કારણે હવેથી મોટી લાઇન ત્યાં રહેતી નથી.


