મોરબી મહાપાલિકાને જન્મ મરણના દાખલા માટે મલ્ટીપલ લોગઈન આઈ.ડી. આપતા કામમાં સરળતા
મોરબી મહાપાલિકાના ફાયર વિભાગે 28 હોસ્પિટલને ફાયર સેફટી બાબતે વધુ એક નોટીસ ફરકારી
SHARE






મોરબી મહાપાલિકાના ફાયર વિભાગે 28 હોસ્પિટલને ફાયર સેફટી બાબતે વધુ એક નોટીસ ફરકારી
મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં કમિશનરના આદેશથી જુદાજુદા વિસ્તારમાં હોસ્પિટલો ચેક કરવામાં આવી હતી તેવામાં હોસ્પિટલ સ્ટાફ, સ્કૂલોના વિદ્યાર્થી તથા સ્ટાફ, શોપિંગ મોલના સ્ટાફ, હોટલના સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. અને 28 હોસ્પિટલોને બીજી વખત નોટિસ આપવામાં આવેલ છે.
હાલમાં મહાપાલિકાના ફાયર વિભાગમાંથી મળી રહેલ માહિતી મુજબ 31 હોસ્પિટલોમાં ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ કર્યું હતું અને ફાયર એનઓસી ન ધરાવતી 28 હોસ્પિટલને બીજી નોટીસ આપવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, ફાયર વિભાગ દ્વારા મહાપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, સ્કુલ વિગેરેમાં ફાયર સેફટીની માહિત આપીને તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને ફાયરના સાધનોનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો તેની સમજ આપવામાં આવી હતી. આટલું જ નહીં કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક તેઓ બચાવ રાહતની કામગીરી કરી શકે તે માટે આ માહિતી અને માર્ગદર્શન માટેનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો.


