મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રક ટેન્કરને ટક્કર મારીને ટ્રક ટ્રેલર ડીવાઈડર સાથે અથડાતાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત


SHARE











વાંકાનેર નજીક ટ્રક ટેન્કરને ટક્કર મારીને ટ્રક ટ્રેલર ડીવાઈડર સાથે અથડાતાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત

વાંકાનેર ટોલટેક્સથી ચોટીલા તરફ જવાનો રસ્તા ઉપર આવેલ નાસ્તા હાઉસની સામેના ભાગમાંથી ટ્રક ટેન્કર લઈને યુવાને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે પાછળથી તેનું વાહન ટેન્કરમાં અથડાવ્યું હતું અને ત્યાર બાદ પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ટ્રક ટ્રેલર ડીવાઈડર સાથે અથડાવતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ટ્રક ટ્રેલરના ચાલકને માથા, કપાળ અને શરીરે ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ટ્રક કન્ટેનરના ચાલકે નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અર્જુનકુમાર રાધેશ્યામ પટેલ (34)હાલમાં ટ્રક ટ્રેલર નં. એનએલ 1 એ ડી 1849 ના ચાલક મૃતક રાજીવકુમાર ગીરીશકુમાર યાદવ રહે. મહેશપુર ગામ ભીખાડીહ સંગ્રામપુર થાના જિલ્લો મુંગૈર બીહાર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાકાનેર ટોલટેક્સથી ચોટીલા તરફ આગળ જવાના રસ્તે શિવ શક્તિ મહાદેવ હોટલ નાસ્તા હાઉસની સામેથી તે પોતાના હવાલા વાળું ટ્રક ટેન્કર નંબર જીજે 39 ટી 4815 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગેથી મૃતક રાજીવકુમાર યાદવે તેના હવાલા વાળું ટ્રક ટ્રેલર ફરિયાદીના ટેન્કરમાં અથડાવ્યું હતું અને ત્યારબાદ પોતાના વાહનના સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક ટ્રેલર આગળ જઈને ડિવાઇડર સાથે અથડાવી અકસ્માત કર્યો હતો જેમાં રાજીવકુમાર યાદવને માથા, કપાળ, પેટ અને બંને પગના સાથળના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે અર્જુનકુમાર પટેલે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News