મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી-વાંકાનેર શહેરમાં જુગારની ત્રણ રેડ: 12,500 ના મુદામાલ સાથે ત્રણ પકડાયા વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૧૦ વર્ષમાં અભયમની ટીમે ૨૭,૮૮૪ કિસ્સાઓમાં મહિલાઓને જરૂરી સલાહ-સુચન અને માર્ગદર્શન આપ્યું


SHARE











મોરબી જીલ્લામાં ૧૦ વર્ષમાં અભયમની ટીમે ૨૭,૮૮૪ કિસ્સાઓમાં મહિલાઓને જરૂરી સલાહ-સુચન અને માર્ગદર્શન આપ્યું

ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈનની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનશરુ કરવામાં આવી હતી.

હાલ ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ ગુજરાત રાજ્યમાં કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત છે અને છેલ્લા ૧૦ વર્ષનાં  સમય ગાળામાં ગુજરાત રાજ્યમાંથી ૧૬,૧૬,૮૮૪ થી વધારે કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં એક ૧૮૧રેસ્ક્યુ વાન ટીમ કાર્યરત છે  ૧૦ વર્ષ ની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ અભયમમહિલા હેલ્પ લાઈન દ્વારા મોરબી જિલ્લામાં કુલ ૨૭,૮૮૪ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ છે. અને ૧૮૧ અભયમએ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ ઘટના સ્થળ ઉપર જઇ ને ૬૧૯૩ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે.

વર્ષ ૨૦૨૪માં ૧૮૧ અભયમમહિલા હેલ્પ લાઈન દ્વારા મોરબી જિલ્લામાં કુલ 786 જેટલા કિસ્સાઓમાં મહિલાઓ ને તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ  જઇ ને  મદદ પુરી પાડેલ છે જેમાંથી કુશળ કાઉન્સિલિંગ દ્વારા ૪૬૯ જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળેલ તેમજ ૨૨૦  થી વધુ કિસ્સાઓમાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન,મહિલા સહાયતા કેન્દ્ર,જિલ્લા કાનૂની સેવા સતા મંડળ,ઓ.એસ.સી. વગેરે સંસ્થાઓ સુધી લઇ જઈને ન્યાય અપાવવાના પ્રયત્નો કરવામાં આવેલ હતો.








Latest News