મોરબીમાં શ્રદ્ધા પાર્કના રહેણાંક મકાનમાંથી 132 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
મોરબીના નીચી માંડલ પાસે કારખાનાની લેબર કોલોની નજીક દવા પી ગયેલ યુવાનનું મોત: ખાખરેચી ગામે ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું મોત
SHARE






મોરબીના નીચી માંડલ પાસે કારખાનાની લેબર કોલોની નજીક દવા પી ગયેલ યુવાનનું મોત: ખાખરેચી ગામે ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું મોત
મોરબીના નીચી માંડલ ગામે પાસે આવેલ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કોઇ કારણોસર ઝેરી દવા પી લીધેલ હાલતમાં લેબર કોલોનીની ગટર પાસેથી મળી આવતા તાત્કાલિક તે યુવાનને તેની પત્ની સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવી હતી અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જ્યારે માળિયા તાલુકાના ખાખરેચી ગામે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા યુવતીનું મોત નિયજ્યુ હતુ
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નીચે માંડલ ગામ પાસે આવેલ ઇટાલેક કંપનીમાં લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા રાધેશ્યામભાઈ રમેશચંદ્રભાઈ (29) રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં દવા પીધેલ હાલતમાં ઈટાલેક કારખાનાની લેબર કોલોની વચ્ચેની ગટર પાસે પડેલ હાલતમાં જોવા મળ્યા હતા જેથી કરીને તાત્કાલિક તેના પત્ની રેખાબેન રાધેશ્યામભાઈ તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલમાંથી મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. વશીયાણી દ્વારા કરવામાં આવેલ છે
જ્યારે માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા મહેશ્વરીબેન જીતુભાઈ લોબરીયા (20) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ એસ.જી. પરમાર ચલાવી રહ્યા છે


