વાંકાનેરના પાંચદ્વારકા ગામે વાડીએ ફૂડ પોઇજનિંગ થતા સારવારમાં ખસેડવામાં આવેલ બાળક, બે મહિલા સહિત પાંચ પૈકી એક યુવનનું મોત
SHARE






વાંકાનેરના પાંચદ્વારકા ગામે વાડીએ ફૂડ પોઇજનિંગ થતા સારવારમાં ખસેડવામાં આવેલ બાળક, બે મહિલા સહિત પાંચ પૈકી એક યુવનનું મોત
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાન સહિત કુલ પાંચ વ્યક્તિઓને ફૂડ પોઈજનીંગ થયું હતું જેથી કરીને તેઓને ઝાડા ઉલટી થવા લાગતા તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમ્યાન યુવાનનું ઝેરી અસરના કારણે મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામની સીમમાં મહમદહુસૈનભાઈ જલાલભાઈ કડીવાર ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અનિલભાઈ છગનભાઈ ડાવર (34) ને ફૂડ પોઇજનીંગ થયું હોવાથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ગત તા. 6/3 ના રોજ સવારે રસોઈ બનાવેલ હતી જે મૃતક અનિલભાઈ ડાવર તેના પત્ની, તેના પુત્ર અને તેની સાથે રહેતા માયાબેન અને બબલુભાઈએ જમી હતી અને ત્યારબાદ તે તમામને ઝાડા ઉલટી થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇને આવ્યા હતા જેમાં યુવાનને વધુ ઝેરી અસર થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે


