મોરબીમાં શ્રદ્ધા પાર્કના રહેણાંક મકાનમાંથી 132 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
SHARE






મોરબીમાં શ્રદ્ધા પાર્કના રહેણાંક મકાનમાંથી 132 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક શેરી નંબર-1 માં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાથી હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 132 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 86,172 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક શેરી નંબર-1 માં રહેતા ધવલભાઇ કોઠીવારના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 132 બોટલો મળી આવતા પોલીસે 86,172 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ધવલભાઈ રાયધનભાઈ કોઠીવાર (30) રહે શ્રદ્ધા પાર્ક શેરી નંબર-1 નવલખી રોડ મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
દેશી દારૂ સાથે એક પકડાયો, મહિલા બુટલેગરની શોધખોળ
મોરબીમા સોઓરડી પાસે આવેલ ચામુંડાનગર થી માળિયા વનાળીયા તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 225 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 45,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મહેશભાઈ કરસનભાઈ ચાવડા (42) રહે માળિયા વનાળીયા સોસાયટી મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મહિલા બુટલેગર સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટિયા રહે. માળિયા સોસાયટી મોરબી વાળીનું નામ સામે આવતા પોલીસે હાલમાં આ બંનેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને મહિલા બુટલેગરને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


