મોરબીમાં પ્લાસ્ટિકના કારખાનામાંથી 12 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: માલ આપનારની શોધખોળ
મોરબી સેશન્સ કોર્ટે આપેલ શરતી જામીનની શરતનો ભંગ કરનારા આરોપીની હળવદ પોલીસે કરી ધરપકડ
SHARE






મોરબી સેશન્સ કોર્ટે આપેલ શરતી જામીનની શરતનો ભંગ કરનારા આરોપીની હળવદ પોલીસે કરી ધરપકડ
હળવદમાં રહેતા શખ્સે મોરબીની સેશન્સ કોર્ટમાંથી શરતોને આધીન રેગ્યુલર જામીન મેળવ્યા હતા જોકે, કોર્ટે કરેલા હુકમમાં જે શરતો હતી તે પૈકીની શરતનો ભંગ કરી આરોપી હળવદમાં હોવાની પોલીસને જાણ થયેલ હતી જેથી પોલીસે આરોપીને તેની વાડી પાસેથી ઝડપી લઈને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા આરોપી પંકજભાઈ ગોઠી સામે ગાળો બોલી હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગેની ફરિયાદ નોંધાયેલ હતી અને ત્યારબાદ હળવદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને જે હવાલે કરવામાં આવ્યો હતો દરમિયાન મોરબીની સેશન્સ કોર્ટમાંથી આરોપીએ રેગ્યુલર જામીન મેળવ્યા હતા અને શરતોને આધીન આરોપીને કોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા હતા જોકે કોર્ટમાંથી કરવામાં આવેલ હુકમની શરત નં- 8 જેમાં જણાવ્યા મુજબ “””આ કેસની કાર્યવાહી સિવાય હાલના ગુનાની ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી હળવદ તાલુકા વિસ્તારની હદમાં પ્રવેશ કરવો/ કરાવવો નહીં જેની આરોપીને જાણ હોવા છતાં પણ કોર્ટના હુકમની શરતનો ભંગ કરીને આરોપી હળવદ શહેર નજીક મહાદેવનગરથી રણજિતગઢ ગામ તરફ જવાના રસ્તે આવેલ આરોપીની વાડી પાસે હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી અને ત્યાંથી આરોપી મળી આવતા પોલીસે પંકજભાઈ ચમનભાઈ ગોઠી (28) રહે. કણબીપરા રામજી મંદિર આગળની શેરી હળવદ વાળાની ગઈકાલે મોડી સાંજે ધરપકડ કરી હતી અને તેની સામે કોર્ટે કરેલા હુકમની શરતનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


