હળવદના નવા ધનાળા ગામના પાટીયે બંધ પડેલા ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતાં એક વ્યક્તિનું મોત
મોરબીમાં પ્લાસ્ટિકના કારખાનામાંથી 12 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: માલ આપનારની શોધખોળ
SHARE






મોરબીમાં પ્લાસ્ટિકના કારખાનામાંથી 12 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: માલ આપનારની શોધખોળ
મોરબીના લાતી પ્લોટ શેરી નં- 2 માં આવેલ મોમાઈ પ્લાસ્ટિકના કારખાનામાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 12 બોટલો મળી આવતા પોલીસે 3,600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી હતી જો કે, દારૂ આપનાર શખ્સનું નામ સામે આવતા પોલીસે બે શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં-2 માં આવેલ મોમાઈ પ્લાસ્ટિકના કારખાનામાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 12 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 3,600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ધર્મેશભાઈ અનિલભાઈ મુંજારીયા (33) રહે. સનાળા સાઈબાબા મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ મુદ્દામાલ સાગરભાઇ ગોસ્વામી રહે. વાવડી રોડ મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે હાલમાં બંને શખસોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


