મોરબી રામાનંદી સાધુ જ્ઞાતિમાં મહિલા મંડળ દ્વારા નોટરી ખ્યાતિબેન નિમાવતનુ સન્માન કરાયું
મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન કેદ: જુદીજુદી કલમ હેઠળ 35,100 નો દંડ
SHARE






મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન કેદ: જુદીજુદી કલમ હેઠળ 35,100 નો દંડ
મોરબીમાં સગીરા ઘરમાં હતી ત્યારે તેના ઘરમાં ઘૂસીને તેની સાથે શરીર સંબંધબાંધીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે અંગેની ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ ગુનાનું કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીને આજીવન સખ્ત કેદ અને જુદીજુદી કલમ હેઠળ 35,100 નો દંડ ફટકાર્યો છે.
હાલમાં સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ ગત તા 5/11/22 ના રોજ ભોગ બનેલ સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નરશી નથુભાઈ સોલંકી રહે. શનાળા બાયપાસ રોડ મોરબી વાળા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેનોની સગીર દીકરી ઘરે એકલી હતી ત્યારે આરોપીએ તેના ઘરની અંદર ઘૂસીને પિતા તથા ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ ફરિયાદીની સગીર દીકરી સાથે બળજબરીથી શરીર સંબંધબાંધ્યો હતો જેથી કરીને પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું અને આ કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ નીરજભાઈ ડી. કારીઆએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી નરશી નથુભાઈ સોલંકીને આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે. અને વધુમાં માહિતી આપતા સરકારી વકીલે જણાવ્યુ હતું કે, આરોપીને કોર્ટે જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 35,100 નો દંડ કરેલ છે તેમજ ભોગ બનેલ સગીરાને 4 લાખનું વળતર અને જો આરોપી દંડની રકમ ભારે તો તે સહિત કુલ મળીને 4,35,100 વળતર આપવાનો હુકમ કર્યો છે.


