મોરબી રામાનંદી સાધુ જ્ઞાતિમાં મહિલા મંડળ દ્વારા નોટરી ખ્યાતિબેન નિમાવતનુ સન્માન કરાયું
SHARE






મોરબી રામાનંદી સાધુ જ્ઞાતિમાં મહિલા મંડળ દ્વારા નોટરી ખ્યાતિબેન નિમાવતનુ સન્માન કરાયું
રામાનંદી સાધુ જ્ઞાતિમાં મહિલા દિનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં એડવોકેટ અને નોટરી ખ્યાતિબેન પ્રદીપભાઈ નિમાવતનું સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને રામાનંદી સાધુ જ્ઞાતિ બહેનો, દીકરીઓ અને મહિલાઓની પ્રગતિને બિરદાવવા માટેના કાર્યક્રમનું આયોજન ક્ર્યુય હતું જેમાં તાજેતરમાં જ ભારત સરકારથી નવનિયુક્ત નોટરી ખ્યાતિબેન નીમાવતનું સન્માન જ્ઞાતિ અગ્રણી સંગીતાબેન કુબાવત અને વિરલબેન આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, રામાનંદી સાધુ જ્ઞાતિના મોરબી જિલ્લાના પ્રથમ મહિલા નોટરી ખ્યાતિબેન બનેલ છે. તેમજ આરોગ્ય વિભાગમાંથી આવેલા અરૂણાબેન, મોરબી અદાલતમાં નોકરી કરતા માધવીબેન અને પૂજાબેનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંગીતાબેન, વિરલબેન, જાગૃતિબેન અને સોનલબેન સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી


