વાંકાનેર તાલુકામાં નોંધાયેલ દુષ્કર્મ-પોકસોના ગુનોમાં 6 વર્ષે આરોપી પકડાયો
મોરબીના નીચીમાંડલ ગામ પાસે વાડીએથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ
SHARE






મોરબીના નીચીમાંડલ ગામ પાસે વાડીએથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના નીચીમાંડલ ગામની સીમમાં વાડીએ રહેતા પરિવારની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી જેથી પોલીસે ભોગ બનનાર સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે અને સગીરાને શોધીને તેના માતા પિતાને હવાલે કરેલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાયેલ હતી જેમાં તા. 31/1/25 ના રાત્રીના નવેક વાગ્યાથી તા. 1/2/25 ના ત્રણેક વાગ્યાના વચ્ચેના કોઇપણ સમયે નીચી માંડલ ગામની સીમ વીનુભાઈ ભુદરભાઈ કુડારીયાની વાડીથી આરોપીએ ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપીને તેનું અપહરણ કર્યું હતું જેથી કરીને આ અંગેની તા.22/2/25 ના રોજ ફરિયાદ નોંધાયેલ હતો અને પોલીસે આરોપીને પકડવા માટે અને ભોગ બનેલ સગીરાને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી અને મોરબી તાલુકા પીઆઇ એસ.કે. ચારેલની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં ચંન્દ્રસિંહ કનુભાઇ પઢીયાર તથા પ્રફુલભાઇ હરખાભાઇને ટેકનિકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મળી હતી કે ભોગ બનનાર તથા આરોપી દેવગણા ગામની સીમ તાલુકો ધંધુકા જીલ્લો બોટાદમાં છે જેથી ત્યાંથી આરોપીને શોધી કાઢેલ છે અને સગીરાને હસ્તગત કરીને તે સગીરાને તેના માતા પિતાને સોંપી દેવામાં આવેલ છે. અને આરોપી સિલદર ઉર્ફે સીરધાર બોદરાભાઈ બધેલ રહે. નીચી માંડલની સીમ નરેન્દ્રભાઈ અંબારામભાઈ પારેજીયાના ખેતરમાં મુળ રહે. હોલી ફળીયુ ઈન્દ્રસીંહ ચોકી અલીરાજપુર એમપી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.


