મોરબી: આમ આદમી પાર્ટીએ સ્માર્ટ મિટરના વિરોધમાં આપ્યું આવેદનપત્ર
મોરબી કોંગી આગેવાને પોર્ટલ ઉપરથી ૭/૧૨ તથા ૮/અ અને હકપત્રના ઉતારાઓની નકલ નિકળતી ન હોય કલેકટર સમક્ષ કરી રજુઆત
SHARE






મોરબી કોંગી આગેવાને પોર્ટલ ઉપરથી ૭/૧૨ તથા ૮/અ અને હકપત્રના ઉતારાઓની નકલ નિકળતી ન હોય કલેકટર સમક્ષ કરી રજુઆત
મોરબી જીલ્લા, કોગ્રેસ સમિતી લીગલ સેલના પ્રમુખ ભાવીનભાઇ ફેફરએ મોરબીના કલેકટરને રૂબરૂ મળી તથા લેખીતમા રજુઆત કરેલ કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ઇન્ટીગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લીકેશન (IORA) પોર્ટલ ઉપર ડિજિટલ સાઈન્ડ ગામ નમુના નંબર ૭/૧૨ તથા ૮/અ તથા ગામ નમુના નંબર-૬ (હકપત્રક) ના ઉતારાઓની નકલ નિકળવાની બંધ છે.
જેના કારણે મોરબી તથા સમગ્ર ગુજરાતના ખેડુતો તથા આમ નાગરીકોને સહકારી ઉપાડવા કે અન્ય વહિવટી કાર્યવાહી કરવા માટે ઉતારાની જરૂરીયાત હોય છે.પરતુ ગુજરાત સરકાર દ્વારા સંચાલીત આ પોર્ટલ ઉપર ઉતારાઓની નકલ કાઢવાની ધોરણસરની ફી વસુલ કર્યા છતા પણ ગામ નમુનાના ઉતારાઓ ચાર-પાંચ દિવસથી કાઢી આપવામા નથી આવતા.તેથી મોરબી કલેકટર મારફત ગુજરાત સરકારને જાણકારી આપવા ત્થા આ સમસ્યાનું ત્વરીત નિવારણ આવે તથા ખેડુતોની મુશકેલી હલ થાય તેવી માંગ મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી લીગલ સેલના પ્રમુખ ભાવીનભાઇ ફેફરએ જીલ્લા કલેકટરને કરેલ છે.


