મોરબી શહેરમાં આવતા હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવીને ખુલ્લી ફ્યુઝ પેટીમાં ઢાંકણા લગાવવા માંગ
SHARE






મોરબી શહેરમાં આવતા હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવીને ખુલ્લી ફ્યુઝ પેટીમાં ઢાંકણા લગાવવા માંગ
મોરબી શહેર કોંગ્રેસ અગ્રણી દ્વારા પીજીવીસીએલના જવાબદાર અધિકારીને પત્ર લખીને ચોમાસા પહેલા પ્રિ-મોનસુન કામગીરી તરીકે હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવવા તથા ખુલ્લી ફ્યુઝની પેઢીઓના ઢાંકણા લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. મોરબી શહેરમાં પીજીવીસીએલ કંપની દ્વારા હેવી ટ્રાન્સમીટરો લગાવવામાં આવેલ છે.તેમજ અમુક જગ્યાએ ફ્યુઝની પેટીઓ ખુલ્લી છે.જે શેરીમાં રમતા બાળકો તેમજ શહેરમાં રખડતા ઢોર તેમજ અન્ય જીવો માટે જોખમકારક છે.તેથી પીજીવીસીએલ દ્વારા આ હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવવી જોઇએ તેમજ ખુલ્લી ફ્યુઝની પેટીમાં ઢાંકણા લગાવી આપવા જોઇએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને.તેવી મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએ પીજીવીસીએલ ના ડેપ્યુટી ઇજનેરને લેખિત રજૂઆત કરેલ છે.


