મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં આવતા હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવીને ખુલ્લી ફ્યુઝ પેટીમાં ઢાંકણા લગાવવા માંગ


SHARE











મોરબી શહેરમાં આવતા હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવીને ખુલ્લી ફ્યુઝ પેટીમાં ઢાંકણા લગાવવા માંગ

મોરબી શહેર કોંગ્રેસ અગ્રણી દ્વારા પીજીવીસીએલના જવાબદાર અધિકારીને પત્ર લખીને ચોમાસા પહેલા પ્રિ-મોનસુન કામગીરી તરીકે હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવવા તથા ખુલ્લી ફ્યુઝની પેઢીઓના ઢાંકણા લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. મોરબી શહેરમાં પીજીવીસીએલ કંપની દ્વારા  હેવી ટ્રાન્સમીટરો લગાવવામાં આવેલ છે.તેમજ અમુક જગ્યાએ ફ્યુઝની પેટીઓ ખુલ્લી છે.જે શેરીમાં રમતા બાળકો તેમજ શહેરમાં રખડતા ઢોર તેમજ અન્ય જીવો માટે જોખમકારક છે.તેથી પીજીવીસીએલ દ્વારા આ હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવવી જોઇએ તેમજ ખુલ્લી ફ્યુઝની પેટીમાં ઢાંકણા લગાવી આપવા જોઇએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને.તેવી મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએ પીજીવીસીએલ ના ડેપ્યુટી ઇજનેરને લેખિત રજૂઆત કરેલ છે.






Latest News