વાંકાનેર પોલીસે ફર્લો રજા જંપના પાકા કામના કેદીને ઝડપી પડ્યો
વાંકાનેરમાં અસામાજિક તત્વએ કરેલ દબાણ તોડી પાડીને 5 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી
SHARE







વાંકાનેરમાં અસામાજિક તત્વએ કરેલ દબાણ તોડી પાડીને 5 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી
મોરબી જીલ્લામાં અસામાજીક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા માટેની તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે ત્યારે વાંકાનેર સિટી વિસ્તારમાં દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું જેથી પોલીસ અને પાલિકાએ બુલડોઝર ફેરવીને અંદાજે 5 કરોડની કિંમતની સરકારી જમીનને દબાણ મુક્ત કરેલ છે.
મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન અસામાજિક તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં વાંકાનેર સીટી વિસ્તારમાં માથાભારે ઇસમો સામે કડક કાર્યાવહી કરવામાં આવી હતી અને વાંકાનેર સીટીમાં દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ રહીમભાઇ રાયધનભાઈ મોવર રહે. વીશીપરા વાંકાનેર વાળાએ સરકારી જમીન ઉપર કરેલ અન અધિકૃત દબાણ આશરે 1800 વાર જમીન જેની અંદાજીત કિંમત પાચ કરોડ રૂપિયા થાય છે જે સરકારી જમીન ઉપરનું દબાણ વાંકાનેર નગરપાલિકા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા દુર કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

