મોરબી: દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ સખી મંડળોને બેંક મારફત લોન સહાય
વાંકાનેર પોલીસે ફર્લો રજા જંપના પાકા કામના કેદીને ઝડપી પડ્યો
SHARE








વાંકાનેર પોલીસે ફર્લો રજા જંપના પાકા કામના કેદીને ઝડપી પડ્યો
રાજકોટના રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં નાસ્તા ફરતા તથા પેરોલ-ફર્લો જંપના આરોપીઓને પકડી પાડવા અવાર નવાર સ્પેશયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાંકાનેરના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પીઆઇ એચ.એ.જાડેજા અને તેની ટિમ કામ કરી રહી હતી તેવામાં હકિકત આધારે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ પાકા કામના કેદી શાહરૂખભાઇ શબ્બીરભાઇ દરજાદા રહે, પચ્ચીસ વારીયા વાંકાનેર વાળો ફર્લો રજા પર બહાર આવેલ હોઇ અને ફર્લો રજા પુર્ણ થતા જેલમાં હાજર થયેલ ન હોય અને ફરાર હોઇ જે પાકા કામના કેદીને પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ કરવામા આવેલ છે.
