હળવદના જુના અમરાપર ગામ નજીક બે બાઇક વચ્ચે ટક્કર: નોકરીએ જતાં યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં મોત
વાંકાનેરના નવા રાજાવડલા ગામે શેરીમાંથી બાઇક લઈને નીકળવાની ના કહેતી મહિલાને પાઇપથી મારમાર્યો
SHARE
વાંકાનેરના નવા રાજાવડલા ગામે શેરીમાંથી બાઇક લઈને નીકળવાની ના કહેતી મહિલાને પાઇપથી મારમાર્યો
વાંકાનેરના નવા રાજાવડલા ગામે આધેડ મહિલા શેરીમાં બેઠા હતા ત્યારે એક શખ્સ શેરીમાં બાઇક લઈને આંટા મારતો હતો જેથી તેને શેરીમાં બાઈક લઈને આવવાની મહિલાએ ના પાડી હતી જેથી બાઈક લઈને આવેલા શખ્સે મહિલાને ગાળો આપી હતી ત્યારે મહિલાએ ગાળો આપવાની ના પડતાં ઉશ્કેરાયેલા શખ્સે પાઇપ વડે મહિલાને માર મારીને ડાબા હાથમાં ફેક્ચર જેવી ઇજા કરી હતી જેથી ઇજા પામેલા મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ નવા રાજાવડલા ગામે રહેતા જયાબેન સવજીભાઈ ડેડાણીયા (50) નામના આધેડ મહિલાએ સાગરભાઇ કેશુભાઈ દેત્રોજા રહે. નવા રાજાવડલા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાની શેરીમાં બેઠા હતા દરમિયાન આરોપી તેના હવાલા વાળું બાઈક લઈને શેરીમાંથી બેથી ત્રણ વખત નીકળ્યો હતો જેથી ફરિયાદી મહિલાએ શેરીમાં બાઈક લઈને આવવાની આરોપીને ના પાડી હતી જે તેને સારું નથી લાગતા તેણે ફરિયાદી મહિલા સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી ત્યારે ફરીયાદી મહિલાએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે મહિલાની સાથે જપાજપી કરી હતી અને તેના હાથમાં રહેલ પાઇપ વડે મહિલાને ડાબા હાથના ભાગે માર મારીને ફેક્ચર જેવી ઈજા કરેલ છે જેથી ઇજાગ્રસ્ત મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.