રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

હળવદના જુના અમરાપર ગામ નજીક બે બાઇક વચ્ચે ટક્કર: નોકરીએ જતાં યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં મોત


SHARE









હળવદના જુના અમરાપર ગામ નજીક બે બાઇક વચ્ચે ટક્કર: નોકરીએ જતાં યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં મોત

હળવદના મિયાણી ગામે રહેતો યુવાન પોતાના ઘરે થી કારખાને નોકરીએ જતો હતો ત્યારે ડબલ સવારી બાઇક લઈને આવેલ શખ્સે તેનું બાઈક યુવાનના બાઈક સાથે અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને તેમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જનાર બાઈક ચાલક તથા તેની સાથે બાઈક ઉપર બેઠેલ વ્યક્તિને પણ ઇજાઓ થયેલ હતી જેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા લલિતભાઈ ઉર્ફે લાલજી ઘનશ્યામભાઈ સિહોરા (28)એ હાલમાં બાઈક નંબર જીજે 13 કેકે 5223 ના ચાલક વીરજીભાઈ દલવાડી રહે. જુના અમરાપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો નાનો ભાઈ ગોપાલ ઘનશ્યામભાઈ સિહોરા (25) ગત તા. 25/3 ના રોજ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પોતાનું બાઈક નંબર જીજે 36 એડી 1582 લઈને ઘરેથી હળવદથી ઘનશ્યામ ગઢ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પેટ્રોલ પંપ સામે કારખાનામાં નોકરી કરતો હોય ત્યાં જઈ રહ્યો હતો દરમિયાન આરોપીએ તેના હવાલા વાળું બાઈક પેટ્રોલ પંપ ખાતે લઈ જઈને ત્યાં પોતાના બાઈકમાં પેટ્રોલ પુરાવ્યું હતું અને ત્યારબાદ આગળ પાછળ જોયા વગર સીધા રોડ ઉપર નીકળતા ફરિયાદીના ભાઈના બાઈકની સાથે તેનું બાઈક અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું આ બનાવમાં અકસ્માત સર્જનાર બાઈક ચાલક તથા તેની સાથે બેઠેલ વ્યક્તિને પણ ઇજાઓ થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News