હળવદની સરા ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 10 પાડાને બચાવ્યા: અમદાવાદના બે શખ્સની ધરપકડ
વાંકાનેરના કાછીયાગાળા ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ કવાલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ એનાયત કરાયું
SHARE
વાંકાનેરના કાછીયાગાળા ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ કવાલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ એનાયત કરાયું
વાંકાનેર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) કાછીયાગાળા ખાતે દિલ્લીની નેશનલ લેવલ ટીમ દ્વારા નેશનલ કવાલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ માટે ગત તા. 12/03/2025 ના રોજ આવી હતી અને સેન્ટરની મુલાકાત લીધી હતી અને ચેકલીસ્ટ મુજબ મોનીટરીંગ અને ચેકીંગની કામગીરી કરી હતી.
નેશનલ લેવલથી નેશનલ કવાલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ માટે ક્વોલિફાઇડ થાયએ માટે જિલ્લાની ટીમ જિલ્લા ડો. હાર્દિક રંગપરિયા, ડૉ. આરીફ શેરસિયા અને પ્રા.આ.કેન્દ્ર ના આયુષ મેડિકલ ઓફિસર ડો. મનસુખ બોચિયાના માર્ગદર્શન અને સતત મુલાકાતના પરિણામ સ્વરૂપે મુલાકાતે આવેલ ટીમે આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળાને 88.00 %+ રેન્કીંગ આપેલ હતું. આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળાના નેશનલ કવાલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ માટે સર્ટિફાઈડ થાય એ માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજ મકવાણા, ફિમેલ હેલ્થ વર્કર વંદના સોલંકી, મેલ હેલ્થ વર્કર પ્રતિપાલ પરમાર અને પ્રા.આ.કેન્દ્ર દલડીના મેડિકલ ઓફિસર ડો. સાયના અન્સારી અને દલડી આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમ દ્વાર ખૂબજ જહેમત ઉઠાવી હતી તેમજ મુલાકાતી ટીમ અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો