મોરબીમાં કાલે ડો.બાબા સાહેબ આંબેડકર જયંતિ અનુસંધાને મિટિંગ યોજાશે
SHARE
મોરબીમાં કાલે ડો.બાબા સાહેબ આંબેડકર જયંતિ અનુસંધાને મિટિંગ યોજાશે
ભારતના (સંવિધાન) બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે.
ત્યારે આગામી 14 એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ અનુસંધાને આગામી તા. 1 એપ્રિલને મંગળવારના રોજ સાંજે 5:30 કલાકે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, મહાનગરપાલિકા મોરબી ખાતે સમગ્ર અનુ.જાતિ સમાજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં બહોળી સંખ્યામા સમાજના લોકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.