મોરબીના પંચાસર રોડના ખૂણા પાસે થયેલ મારામારીમાં ત્રણ યુવાનોને ઇજા
સરેન્દ્રનગરથી રાજકોટ જતી માલગાડીનો અકસ્માત: વાંકાનેર નજીક ધમાલ પર ફાટક પાસે માલગાડી ટ્રેન પાટા પરથી ખડી પડી
SHARE
વાંકાનેરના ધમલપર ગામની રેલ્વે ફાટક નજીકથી આજરોજ મંગળવારે બપોરે 4:15 વાગ્યાની આસપાસ એક માલગાડી ટ્રેન પસાર થઇ રહી હતી ત્યારે તે માલગાડી અચાનક પાટા પરથી ખડી પડી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને બનાવની તાત્કાલિક રેલ્વેના જવાબદાર અધિકારીઓને જાણ થતા સ્થળ પર દોડી આવ્યા હતા અને માલગાડીના ખડી પડેલા ડબ્બાને રીપેર કરીને રેલવે લાઇન ક્લિયર કરવા માટેની કામગીરી હાથ ધરાઈ છે.
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન બાજુથી વાંકાનેર થઈને રાજકોટ રેલવે સ્ટેશન બાજુ 40 ડબ્બા વાળી માલગાડી પસાર થઈ રહી હતી દરમિયાન વાંકાનેરમાં આવેલ ધમલપર ફાટક નજીક મેલડી માતાજીના મંદિર પાસેથી આજે મંગળવારે બપોરના 4:15 વાગ્યાના અઅરસામાં તે માલગાડી પહોંચી હતી ત્યારે માલગાડી ટ્રેનનો એક ડબ્બો અચાનક કોઇ કારણોસર પાટા પરથી ઉતરી જતા ટ્રેનના બેથી વધુ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. હાલ બનાવની જાણ થતા રેલ્વે વિભાગના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે અને રેલવે ટ્રેક ઉપર થી માલગાડીના જે ડબ્બા ખડી પડ્યા છે તેને રીપેર કરવા માટેની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે અને વાંકાનેર રેલવે સ્ટેશનના માસ્તર ધર્મેન્દ્રકુમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અડધાથી એક કલાકમાં આ માલગાડીના ડબ્બા રીપેર થઈ જશે અને તે ગાડી આગળ રવાના કરવામાં આવશે અને હાલમાં આ અકસ્માતના કારણે વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થતી કોઈ ટ્રેન પ્રભાવિત થયેલ નથી