વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં નવા બિલ્ડીંગનું લોકાર્પણ, શિક્ષક અને વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ટ્રાફિકના પ્રશ્નને ઉલેકવા 14 સ્થળે નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન મોરબી જીલ્લામાં NMMS પરીક્ષામાં માધાપરવાડી શાળાની બાળા જિલ્લામાં પ્રથમ વાંકાનેર: વેજા-વાજડીગઢ ગામ ખાતે રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં ભાજપના જુદાજુદા પાંચ મંડલોમાં મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ અને કોષાધ્યક્ષ વરણી કરાઇ મોરબી: સંત સુરદાસ યોજના-દિવ્યાંગ લગ્ન સહાયની યોજનામાં સુધારો, પાત્રતા-સહાયમાં વધારો
Breaking news
Morbi Today

આયુષ્માન ભવ: મોરબી જિલ્લાના ૫ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત


SHARE











આયુષ્માન ભવ: મોરબી જિલ્લાના ૫ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત

ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના પાંચ આયુષ્માન આરોગ્ય મંદિરોને નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ આગવી સિદ્ધી જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવતા કાર્યક્ષમતાના ઉન્નત સ્તરને પ્રદર્શીત કરે છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ જેવી માતૃત્વ સબંધિત સેવાઓ, બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટૂંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ જેવી બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી, દર્દી કેન્દ્રિત સેવાઓની ઉપ્લબ્ધ્તાઓ, સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી સહિત જરૂરી તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી અનુષંધાને વાંકાનેર તાલુકાના સિંધાવદર ૯૩.૩૭ %, વાલાસણ ૯૧.૧૩ %, લાકડધાર ૯૦.૭૭ %, વાંકિયા ૮૮.૦૮ % અને કાછિયાગાળા ૮૭.૮૧% સાથે રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવે વાંકાનેર તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો.આરીફ શેરશિયા, મેડિકલ ઓફિસર્સ ડો.આશિષ સવસાણી, ડો.મહેશ ડાભી, ડો.પુષ્પરાજસિંહ જાડેજા અને ડો.શાહિના અંસારી તથા આયુષ્માન આરોગ્ય મંદિરોના તમામ સ્ટાફ્ને આ સિદ્ધી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News