મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા પાસે યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







વાંકાનેરના રાતાવિરડા પાસે યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત 

વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે આવેલ સિરામિકના કારખાનામાં યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ કેપ્ટાઈલ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો લાલાકુમાર તાસવાન (20) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યા કરણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એસ.આર. ચાવડા તપાસ ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

માળીયા તાલુકાના મંદિરકી ગામે રહેતા કુલદીપભાઈ ઇશ્વરભાઇ અગેચાણીયા (18) નામનો યુવાન વાડી વિસ્તારથી ઘરે જતો હતો ત્યારે બાઈકની આડે કૂતરું ઉતરતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થયો હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

કોબા ગામે રહેતા ગડુબેન રાયમલભાઈ ભરવાડ (41) નામના મહિલા તેના પતિના બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને શરીરે ઇજા થઈ હતી જેથી સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News