મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના ખોડીયાર નાનો ડેમ પાસે ટીસીના થાંભલા નજીકથી યુવાન મૃત હાલતમાં મળ્યો: તપાસ શરૂ


SHARE

















ટંકારાના ખોડીયાર નાનો ડેમ પાસે ટીસીના થાંભલા નજીકથી યુવાન મૃત હાલતમાં મળ્યો: તપાસ શરૂ

ટંકારાના નેકનામ રોડ ઉપર આવેલ ખોડીયાર નાનો ડેમ પાસે ટીસીના થાંભલા નજીકથી યુવાન કોઈપણ કારણોસર મૃત્યુ પામે હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે ખોડીયાર નાનો ડેમની પાછળ નર્સરીની ઓરડીમાં રહેતો અને હિટાચી મશીનમાં ઓપરેટર તરીકે કામ કરતો રાજેશભાઈ હિન્છાપતી નાઇ (44) નામનો યુવાન કોઈપણ કારણોસર ડેમ પાસે આવેલ ટીસીના થાંભલા પાસે મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ થતાં ઇજા

માળિયા તાલુકાના કાજરડા ગામે રહેતો યુવાન વીરા જલાલદિન ઉમર (20) નામનો યુવાન ગામના ચોક પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં બાઈક સ્લીપ થવાના કારણે યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે રહેતા રાજપુત સુરેશભાઈ હેમુભાઈ (41) નામનો યુવાન બાઇક લઈને સરંભડાથી ચરાડવા જઈ રહ્યો હતો ત્યારે કડિયાણા નજીક તેના બાઈકની આડે કુતરુ આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News