મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગ્રાહકના પ્રીમિયમ ભરવાના રૂપિયા સહિતના જરૂરી દસ્તાવેજ ભરેલ એજન્ટની બેગની ચોરી


SHARE











વાંકાનેરમાં ગ્રાહકના પ્રીમિયમ ભરવાના રૂપિયા સહિતના જરૂરી દસ્તાવેજ ભરેલ એજન્ટની બેગની ચોરી

વાંકાનેરમાં એલઆઇસી અને પોસ્ટમાં એજન્ટ તરીકે કામ કરતા આધેડ પોસ્ટ ઓફિસમાં કામ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેની બેગની ચોરી કરવામાં આવેલ છે જેમાં ગ્રાહકોના પ્રીમિયમના રોકડા 30,900 તથા સાહેદોની પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક તથા એફડીના કાગળો ભરેલા હતા. જેથી ભોગ બનેલ એજન્ટ દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ પ્રતાપરા શેરી નં-1 માં રહેતા જયેશભાઈ મુંગટલાલ મહેતા (53)એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેરમાં માર્કેટ ચોક પાસે આવેલ પોસ્ટ ઓફિસમાં રાઇટીંગ ટેબલ ઉપર તેઓ કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેની નજર ચૂકવીને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેની રોકડા રૂપિયા ભરેલ બેગની ચોરી કરવામાં આવેલ છે જે બેગમાં એલઆઇસી તથા પોસ્ટ શાખામાં તેઓ એજન્ટ તરીકે કામ કરતા હોય પોતાના ગ્રાહકના પ્રીમિયમના રૂપિયા 30,900 તથા સાહેદોની પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક અને એફડીના કાગળો ભરેલ હતા જેથી ભોગ બનેલા આધેડ દ્વાર વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ગ્રાઈન્ડર મશીનમાં અકસ્માત થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામે ગ્રાઈન્ડર મશીન વડે લાકડું કાપતા સમયે મશીન હાથમાંથી છૂટી જતા મહેશભાઈ ચંદુભાઈ સોલંકી (ઉમર ૨૮) રહે.અણીયારી રાણપુર જી.બોટાદ ને ઇજા પહોંચી હતી.જેથી કરીને તેને અત્રેની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.જ્યારે મોરબીના ગાળા ગામ પાસે આવેલ સીરામીક યુનિટમાં માટી ખાતામાં સીડી ઉપર ચડતા સમયે પડી જવાથી આકાશ સાધુચરણ બિરૂવા (૨૨) મૂળ રહે.છત્તીસગઢ હાલ મોરબીને ઇજા થતાં તેને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલએ લઈ જવામાં આવ્યો હતો.






Latest News