વાંકાનેરમાં ગ્રાહકના પ્રીમિયમ ભરવાના રૂપિયા સહિતના જરૂરી દસ્તાવેજ ભરેલ એજન્ટની બેગની ચોરી
ગુજરાતમાં બસ ભાડા-ટોલટેક્સમાં કરાયેલ વધારો પાછો ખેચવાની માંગ: કાન્તિલાલ બાવરવા
SHARE
ગુજરાતમાં બસ ભાડા-ટોલટેક્સમાં કરાયેલ વધારો પાછો ખેચવાની માંગ: કાન્તિલાલ બાવરવા
મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ દ્વારા લોકોના હિટના ધ્યાને રાખીને સરકારે બસ ભાડા અને ટોલટેક્સમાં જે વધારો કર્યો છે તેને પાછો ખેચવાની માંગ કરવામાં આવેલ છે.
મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાત સરકાર દ્વારા બસભાડામાં વધારો જાહેર કરવામાં આવેલ છે. મોટા ભાગે બસમાં મુસાફરી કરનાર મજુર વર્ગ, નાના નોકરિયાતો, નાના ધંધાર્થીઓ તેમજ માધ્યમ વર્ગના લોકો હોય છે. જેથી કરીને આ ભાવ વધારો નાના તથા માધ્યમ આવક વાળા લોકોના બજેટને અસર કરનાર સાબિત થશે. જેથી તેને પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરેલ છે અને આ ઉપરંત સરકાર દ્વારા ટોલટેક્સ વધારો કરવામાં આવેલ છે. તે લોકોના જીવન જરૂરી વસ્તુઓના ટ્રાન્સપોર્ટને મોંઘુ કરનાર સાબિત થશે. અને મોંધવારી વધશે જેથી કરીને ટોલટેક્સ વધારો પાછો ખેચવાની માંગ કરેલ છે.