મોરબીમાં ઘર નજીક પગપાળા ચાલીને જતા સમયે પડી ગયેલા વૃદ્ધનું મોત મોરબીની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 190 થી વધુ લોકોએ કર્યું રક્તદાન મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન મોરબી જિલ્લાના વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં દુકાને નાસ્તો લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરનાર બેશર્મ વૃદ્ધની અટકાયત મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીમાં મિલકત વેરો વસૂલ કરવા 2073 મિલકતધારકોને વોરંટની બજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી ૧૨ એપ્રિલના રોજ સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન


SHARE















મોરબીમાં આગામી ૧૨ એપ્રિલના રોજ સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

આગામી ૧૨ એપ્રિલ શનિવારના રોજ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુ ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુ ની ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા તા.૧૨ એપ્રિલ શનિવારના રોજ સવારે ૮ કલાકે જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ મોરબીથી પ્રસ્થાન કરશે.જે મોરબી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી વીસી ફાટક, મયુર પુલ, મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડી, ૮ એ નેશનલ હાઇવે થઈને સૌઓરડી જિલ્લા પંચાયત કચેરી પાછળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે પુર્ણાહુતિ કરશે.જ્યાં બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે.શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળના પ્રમુખ પરસોત્તમભાઈ સાબરીયા તેમજ ઉપપ્રમુખ ચંદુભાઈ બાબરીયા દ્વારા મોરબી જિલ્લામાં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ભાઈઓ તેમજ બહેનોને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.






Latest News