તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આઇજીની મુલાકાત બાદ ગણતરીની કલાકોમાં એક એએસઆઈ સસ્પેન્ડ


SHARE









મોરબી જીલ્લામાં આઇજીની મુલાકાત બાદ ગણતરીની કલાકોમાં એક એએસઆઈ સસ્પેન્ડ

મોરબી તાલુકા વિસ્તારમાં મારામારી, લૂંટ અને અપહરણ જેવો એક બનાવ બનેલ હતો જે બનવામાં ભોગ બનેલા વ્યક્તિની ફરિયાદ લેવામાં બેદરકારી રાખવામાં આવી હોવાનું એસપીને ધ્યાને આવ્યું હતું જેથી તેને ગંભીરતાથી લઈને મોરબી જિલ્લાના એસપી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવેલ છે

મોરબીમાં ગઇકાલે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની એસપી કચેરી ખાતે બેઠક મળી હતી અને ત્યારે મોરબી જિલ્લાના અધિકારીઓને કાયદો અને વ્યવસ્થાની ચુસ્ત અમલવારી કરવા માટેની રેન્જ આઇજી દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી દરમિયાન મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર બે દિવસ પહેલા મારામારી, લૂંટ અને અપહરણ જેવો એક બનાવ બનેલ હતો જે બનાવમાં ભોગ બનેલ વ્યક્તિની ફરિયાદ લેવામાં વિલંબ થયો હોય આ ગંભીર બેદરકારીને ધ્યાને રાખીને મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. સબળસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેથી કરીને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે




Latest News