હળવદમાં મંગેતરને મૂકવા આવેલા યુવાનને પાંચ શખ્સોએ જૂના ઝઘડાનો ખાર રાખીને પાઇપ વડે માર માર્યો
વાંકાનેરમાં પરિણીતાના મોતના બનાવમાં પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
SHARE







વાંકાનેરમાં પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
વાંકાનેરના પંચાસર રોડ ઉપર ધરમનગરમાં રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક પરણીતાના પિતાએ હાલમાં તેના જમાઈ સહિત ત્રણ સામે દીકરીને મળવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાના નાવદ્રા ગામના રહેવાસી અરજણભાઈ માંડાભાઈ ભરડા (50)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ મેણશીભાઈ કરગઠીયા, અલ્પેશભાઈ મેણશીભાઈ કરગઠીયા રહે. બંને મૂળ દુધાળા ગીર તાલુકો માળીયા હાટીના હાલ રહે વાંકાનેર અને સંજયભાઈ રાણાભાઇ રાઠોડ રહે. ખેર ગામ તાલુકો માળીયા હાટીના વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેઓની દીકરી જસવંતીબેનને આરોપીઓએ કોઈ પણ કારણોસર શારીરિક દુઃખ ત્રાસ આપી મળવા મજબૂર કરી હતી જેથી કરીને ફરિયાદીની દીકરીએ પોતે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી દીકરીએ કરેલા આપઘાતના બનાવ સંદર્ભે પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ફરિયાદીના જમાઈ અને તેના ભાઈ તેમજ બનેવીની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

