મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે
Breaking news
Morbi Today

હળવદ: છોકરી સાથેના પ્રેમસબંધથી જાણ થઈ જતાં પિતાએ ઠપકો આપતા યુવાને કેનાલમાં ઝંપલાવ્યુ-મોત


SHARE









હળવદ: છોકરી સાથેના પ્રેમસબંધથી જાણ થઈ જતાં પિતાએ ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત

ધાંગધ્રાના જુના ઘનશ્યામગઢ ગામે રહેતા યુવાનને છોકરી સાથે પ્રેમસંબંધ હતો અને તે બાબતની યુવાનના પિતાને જાણ થઈ હતી જેથી તેઓએ યુવાનોને ઠપકો આપ્યો હતો અને આ બાબતે લાગી આવતા યુવાને હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ધાંગધ્રાના જુના ઘનશ્યામગઢ ગામના રહેવાસી અભી ઘનશ્યામભાઈ કૈલા (22) નામના યુવાને હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં પોતે પોતાની જાતે ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા ઘનશ્યામભાઈ ગાંડાભાઇ કૈલા (54)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ તરીકે તપાસ જી.એચ.જીડીયા દ્વારા કરવામાં આવી હતી. જો કે, પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો અને તે અંગેની મૃતક યુવાનના પિતાને જાણ થઈ ગઈ હતી જેથી તેઓએ યુવાનને ઠપકો આપ્યો હતો અને તે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધેલ છે તેવું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂનો આથો ઝડપાયો

માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં નદીના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નસરુદ્દીન ઈશાકભાઈ જેડા રહે. નવાગામ વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News