મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

હળવદમાં દારૂની બે રેડ: 175 બોટલ દારૂ-72 બીયરના ટીન સાથે બે શખ્સ પકડાયા


SHARE













હળવદમાં દારૂની બે રેડ: 175 બોટલ દારૂ-72 બીયરના ટીન સાથે બે શખ્સ પકડાયા

હળવદમાં બસ સ્ટેશન પાછળ રહેતા શખ્સનાં ઘરે દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 165 બોટલો તથા 72 બિયરના ટી મળી આવ્યા હતા જેથી પોલીસે 44,756 રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા ગીરીશભાઈ જગદીશભાઈ પરમારના રહેણાંક મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 32 અને નાની 133 બોટલો મળી આવતા પોલીસે 165 બોટલ દારૂ તથા બિયરના 72 ટીન કબ્જે કર્યા હતા અને કુલ મળીને 44,756 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોવાથી હાલમાં ગીરીશભાઈ જગદીશભાઈ પરમાર રહે. બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે દારૂની બીજી રેડ હળવદ તાલુકાના વેગડવાવ રોડ ઉપર નવા માલણીયા ગામના પાટીયા પાસે કરે હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 10 બોટલો મળી આવી હતી જેથી 1000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે પોલીસે શૈલેષભાઈ કરસનભાઈ કંઝારીયા (25) રહે. નવા માલણીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબી ખાટકીવાસ ચોકમા વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યારે જુગારની રેડ કરી હતી ત્યારે આંકડા લેતા નદીમભાઇ અબુભાઇ સેતા (45) રહે, ખાટકીવાસ ફૂલગલી મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 520 રોકડા કબ્જે કરેલ છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ હતી.




Latest News