મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના બાળ વૈજ્ઞાનિકની અદભૂત શોધ : કારના રૂફટોપ પર સોલાર પેનલ લગાવી “સોલાર કાર”નું અનોખું મોડેલ રજૂ કર્યું


SHARE





મોરબીના બાળ વૈજ્ઞાનિકની અદભૂત શોધ : કારના રૂફટોપ પર સોલાર પેનલ લગાવી “સોલાર કાર”નું અનોખું મોડેલ રજૂ કર્યું

 

મોરબી નવયુગ વિદ્યાલય ખાતે “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” અનુલક્ષીને સાયન્સ ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ રજૂ કર્યા જેમાં ખાસ કરીને એક બાળ વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરાયેલ કારના રૂફટોપ પર સોલાર પેનલ લગાવી બનાવેલ “સોલાર કાર”નું કાર્યરત મોડેલ સૌનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.આ મોડેલ દ્વારા ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

તેમજ પ્રદૂષણ નિવારણ માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ “પોલ્યુશન સોલ્યુશન” મોડેલ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું.આ પ્રોજેક્ટમાં હવામાં વધતા પ્રદૂષણને ઘટાડવા માટે નવીન ઉપાયો અને ટેક્નોલોજી આધારિત વિચાર રજૂ કરવામાં આવ્યો હતો, જેને નિહાળી સૌએ વિદ્યાર્થીની પ્રશંસા કરી હતી.આ સાયન્સ ફેરમાં નમ્રતાબેન (જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી) અશોકભાઈ વડાલીયા (કેળવણી નિરીક્ષક), ધર્મિષ્ઠાબેન કડીવાર, શાળા સંચાલક મંડળના પ્રમુખ  નિલેશભાઈ કુંડારિયા તથા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા ઉપસ્થિત રહ્યા હતાઆ સાયન્સ ફેરમાં ધોરણ૫ થી ૯ ના વિદ્યાર્થીઓએ વર્તમાન સમયને અનુરૂપ નવા પ્રોજેક્ટ બનાવ્યા. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે શિક્ષકોએ સતત મહેનત કરી અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં વધારો કર્યો. વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ સાયન્સ ફેરની એક એક કૃતિ નિહાળી હતી અને વિદ્યાર્થીઓ એ કરેલી મહેનત ને વખાણી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા, નિલેશભાઈ અઘારા, પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ સંતોકી તેમજ તમામ શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.




Latest News