વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચીખલી નજીકથી 800 લીટર આથો-170 લીટર દેશી દારૂ કબજે: આરોપીની શોધખોળ


SHARE

















માળીયા (મી)ના ચીખલી નજીકથી 800 લીટર આથો-170 લીટર દેશી દારૂ કબજે: આરોપીની શોધખોળ

માળીયા (મી)ના ચીખલીથી ખાખરેચી ગામ તરફ જવાના રસ્તા ઉપર નદીના કાંઠે બાવળની જાળીમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો તથા 170 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 54,000 રૂપિયાની કિંમત તો મુદામાલ કબજે કર્યો છે અને એક શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા મીયાણા તાલુકાના ચીખલીથી ખાખરેચી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સીમ વિસ્તારમાં નદીના કાંઠે બાવળની જાળીમાં દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો તથા 170 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 54,000 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આ માલ સુલેમાનભાઈ અબુભાઈ પારેડી રહે. ચીખલી તાલુકો માળીયા મીયાણા વાળાનો હોવાનું સામે આવતા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દેશી દારૂનો આથો ઝડપાયો

મોરબી તાલુકાના નારણકા ગામે તળાવ પાસે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લીટર આથો મળી આવ્યો હતો જેથી 12,000 ની કિંમતનો દેશીદારૂનો આથો કબજે કર્યો હતો અને આરોપી જુમાભાઈ હૈદરભાઈ જેડા (29) રહે. નવાગામ તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

ચાર બોટલ દારૂ

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે કારખાના નજીકથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1200 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી કિશોરભાઈ બચુભાઈ બડોધરા (29) રહે. જોગડ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છ




Latest News