મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી : નીચી માંડલ પાસે દાજી ગયેલ યુવાન સારવારમાં


SHARE

















મોરબી : નીચી માંડલ પાસે દાજી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના હળવદ રોડ નીચી માંડલ ગામે આવેલ સાસા એનર્જી નામના યુનિટમાં મજૂરી કામ કરતા અને ત્યાં રહેતા મોહમ્મદ નુરૈન (૩૫) નામના યુવાન ઉપર અજાણ્યા ઈશમે ગરમ તેલ નાંખતા દાજી જવાથી તેને સારવાર માટે શહેરના સામાકાંઠે ખાનગી હોસ્પિટલએ સારવારમાં લઈ જવાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેમજ નીચી માંડલ ગામ પાસે આવેલ નિઓલેક્ષ સેનેટરી નામના યુનિટમાં રહીને મજૂરી કામ કરતા વાસુદેવભાઈ બીસ્વાલ નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે બાઈક સાથે આઇસરની અથડામણ થતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.

મહિલા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઊંચી માંડલ પાસે આવેલ ન્યુ ગ્રીવા સીરામીક નામના યુનિટ પાસેના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા સીમાબેન પ્રેમસિંગ ગોયેલ નામની ૨૯ વર્ષની મહિલાને કોઈ જનાવર કરડી જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે રોહિત વીજેન્દ્રસિંગ પરમાર (૧૪) રહે.ખડકપુર તાબસેડી જી.ધોલપુર રાજસ્થાન વાળો બાઈક પાછળ બેસીને જતો હતો ત્યારે મોરબી તાલુકાના ગાળા ગામ નજીક તેઓનું બાઈક સ્લીપ થચા ઈજાગ્રસ્ત હાલતમાં તેને આયુષ હોસ્પિટલે સારવારમાં લવાયો હતો.

બાળક સારવારમાં

માળિયા મીંયાણાના વેજલપર ગામે રહેતા પિયુષ રાજેશભાઈ ગડેશીયા નામના ૧૧ વર્ષના બાળકને ઇજા થતા સારવારમાં લવાયો હતો.તે બાઈક પાછળ બેસીને ઘાંટીલાથી વેજલપર જતો હતો.ત્યારે રસ્તામાં બાઈક આડે કૂતરું ઉતરતા વાહન સહિત નીચે પડતા ઈજા થઈ હતી.જ્યારે હળવદના અજીતગઢ ગામે રહેતા લીલાબેન રવજીભાઈ કોળી નામના ૫૮ વર્ષીય મહિલાને હળવદના માલણીયાત ગામે બાઈક પાછળ બેસીને જતા હતા તે સમયે બાઇકમાંથી પડી જતા ઈજા પામતા સારવાર માટે મોરબી લઈ જવાયા હતા.જ્યારે વાંકાનેરના દીઘડિયા ગામે રહેતા અફસાનાબેન ગફારભાઈ નામના ૪૫ વર્ષના મહિલાને દીઘડિયા ગામે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી લવાયા હતા.

આધેડ સારવારમાં

વાંકાનેરના રાતીદેવડી ગામે મહાશક્તિ સિરામિક નજીક રહેતા દિનેશભાઈ નાગજીભાઈ મહેસાણીયા નામના ૫૪ વર્ષીય આધેડ ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા.ત્યારે જડેશ્વર રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને હડફેટ લેતા ઇજા પામેલ હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ ધાંગધ્રાની ભાર્ગવી સોસાયટી પાછળ આવેલ દૂધેશ્વર સોસાયટી ખાતે રહેતા દશરથસિંહ લખુભા ઝાલા નામના ૪૭ વર્ષીય યુવાન ધાંગધ્રાના નવયુગ રોડ ઉપર પોતાના ગેરેજ ખાતેથી પરત ઘરે જતા હતા તે સમયે મેળાના મેદાન નજીક બેઠા પુલ ઉપર તેના બાઇકની આડે અચાનક ભુંડ આડુ ઉતરતા અકસ્માત થયેલ જેમાં તેમને ખભાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીના ઇજા

મોરબીના સામાકાંઠે જુના ઘુટું રોડ ઉપર આવેલ આઈકોન સિરામિક લેબર કવાટરમાં રહેતા આશીષ ચારલેશ સોરેન નામના ૨૦ વર્ષના યુવાનને મારામારીમાં ઇજા થચા સિવિલે સારવાર માટે લવાયો હતો. જ્યારે મોરબી શનાળા રોડ ઘુડની વાડી વિસ્તારમાં રહેતા મનસુખભાઈ શીવાભાઈ ડાભી નામના ૫૬ વર્ષના આધેડને નવા બસ સ્ટેશન પાસે બાઇક સ્લીપ થવાની ઘટનામાં ઇજા પામેલ હાલતમાં સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ મોરબીના જીંજુડા ગામે રહેતા વીર વજુદિન અનવરમિંયા નામના ૪૭ વર્ષના યુવાનને મોરબી વાવડી રોડ કેજીએન પેટ્રોલ પંપ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.

દવા પી જતા સારવારમાં

કચ્છના રાપર તાલુકાના કીડીયાનગર ગામે રહેતા બાળાભાઈ કુંભાભાઇ પરમાર નામના ૩૮ વર્ષ યુવાનને દવા પીધેલ હાલતમાં ત્યાંની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા અને બાદમાં તેઓને વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રમાંથી જાણવા મળેલ છે. તે રીતે જ માળીયા મીંયાણાના મહેન્દ્રગઢ ગામે રહેતા લાલાભાઈ દિનેશભાઈ બોપલીયા (૧૭) નામના યુવાનને ફગસીયા ગામના પાટીયા નજીક બાઇક સ્લીપની ઘટનામાં ઇજા થતા સારવાર માટે મોરબી લવાયો હતો.




Latest News