મોરબી શહેરમાં દારૂની ત્રણ રેડમાં પાંચ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સ પકડાયા
SHARE







મોરબી શહેરમાં દારૂની ત્રણ રેડમાં પાંચ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સ પકડાયા
મોરબી શહેરના જુદાજુદા ત્રણ વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે કુલ મળીને દારૂની પાંચ બોટલ કબજે કરેલ છે અને ત્રણ આરોપીને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 750 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી જયદીપભાઇ મોહનભાઈ સોલંકી (19) રહે. સરાણીયાવાસ રિજન્ટા હોટલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા 695 ની કિંમતની દારૂની બોટલ સાથે પોલીસે આરોપી ભાવેશભાઈ હીરાભાઈ ચૌધરી (23) રહે. બ્લોક નં-13 ઉમા રેસીડેન્સી મોરબી મૂળ રહે. થરાદ વાળની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે જ્યારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ કબીર ટેકરી નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 2214 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી અરવિંદભાઈ દાદુભાઇ બાટી (30) રહે. વજેપર શેરી નં-4 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
વરલી જુગાર
વાંકાનેરમાં આવેલ ધરમ ચોક એસપી પાન પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા વિનુભાઈ મોહનભાઈ દેગામા (51) રહે. નવાપરા વાંકાનેર વાળો મળી આવતા પોલીસે 230 ની રોકડ સાથે તેની ધરપકડ કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. આવી જ રીતે મોરબીમાં ભડિયાદ રોડ ઉપર નજરબાજ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા અરવિંદભાઈ અજુભાઈ સોમાણી (32) રહે. ભડીયાદ કાંટે સાયન્સ કોલેજની આગળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1050 રૂપિયા રોકડા કબજે કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે
