મોરબી મહાપાલિકા દ્વારા વક્તા જય વસાવડાના કાર્યક્રમનું કર્યું આયોજન
મોરબીમાં મિશન નવ ભારત સંગઠનમાં વિવિધ હોદેદારોની વરણી
SHARE









મોરબીમાં મિશન નવ ભારત સંગઠનમાં વિવિધ હોદેદારોની વરણી
મોરબી જિલ્લા મિશન નવ ભારતના પ્રમુખ રામભાઈ જીલરીયા દ્વારા હળવદ શહેરના અધ્યક્ષ તરીકે મહેશભાઈ કરશનભાઈ તારબુંદીયાની વરણી કરવામાં આવેલ છે.મિશન નવ ભારત મોરબી જિલ્લાના યુવા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે.મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરિયા, મોરબી જિલ્લા યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી દ્વારા મોરબી જિલ્લા યુવા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.
તેમજ મિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ તરીકે આર્યનભાઈ ત્રિવેદીની, મહામંત્રી તરીકે ભાવેશભાઈ પટેલ અને પરમભાઈ જોલાપરાની, ઉપપ્રમુખ તરીકે દીપેનભાઈ ભટ્ટ, દિવ્યરાજસિંહ રાણા, વિરાટભાઈ ભાટિયા અને હેતભાઈ કંઝારિયા, મંત્રી તરીકે નિલેશભાઈ સોલંકી, જીજ્ઞેશભાઈ છનીયારા, ભાવિકભાઈ કુંભરવાડીયાની અને રૂષીરાજભાઈ ગોસ્વામીની વરણી કરાઈ છે.તેમજ મોરબીના વિવેકભાઈ શુકલની મિશન નવભારતના મોરબી જિલ્લાના સંગઠનમાં મોરબી તાલુકા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવેલ છે.
