મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-મોરબી દ્વારા હિમોગ્લોબિન અને બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન


SHARE













ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-મોરબી દ્વારા હિમોગ્લોબિન અને બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-મોરબી દ્વારા તા.૧૧-૪ અને ૧૫-૪ નાં રોજ હિમોગ્લોબિન અને બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન શ્રી જૂના લીલાપર પ્રાથમિક શાળા અને શ્રી ઘુનડા(સ.) પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યુ હતું.હાલનાં સમયમાં બાળકોમાં રોગોનું  પ્રમાણ વધી રહ્યુ છે.હિમોગ્લોબિનની ઉણપથી થતાં રોગોનું પણ પ્રમાણ વધી રહ્યું છે. એટલે બંને શાળાઓમાંથી ટોટલ ૨૦૫ બ્લડ સેમ્પલનું કલેક્શન કરવામાં આવ્યું હતું અને જેમાં હિમોગ્લોબિનની ઉણપ હોય એમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી, સાથે દરેક વિદ્યાર્થીઓની રોગો ન આવે  તથા  આવતા રોગોને  અટકાવવાના ઉપાયો વિષે બાળકોને સમજાય તે રીતે રસપ્રદ અને સરળ ભાષામાં પ્રાથમિક માહિતી આપવામાં  આવી હતી. દરેક બાળકોનું બ્લડગ્રુપનું ચેકઅપ પણ કરવામાં આવ્યુ હતું. આ બંને કેમ્પમાં ડૉ. પ્રકાશભાઈ વિડજા (પ્રિ-ક્યોર લેબોરેટરી) અને તેમની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. ભા.વિ.પ.મોરબી શાખાના સભ્યો ડૉ.જયેશભાઈ પનારા, વિપુલભાઈ અમૃતિયા, દિલીપભાઈ પરમાર, ડૉ.ચિરાગભાઈ અઘારા, ડૉ. ચિરાગભાઈ વિડજા તથા કૌશિકભાઈ અઘારા, હિંમતભાઈ મારવણિયા (અધ્યક્ષ), ધ્રુમિલભાઈ આડેસરા (સચિવ) તેમજ હિરેનભાઈ ધોરિયાણી (કોષાધ્યક્ષ) સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.




Latest News