મોરબી: પ્રાકૃતિક ખેતીમાં જમીનની ચકાસણી કરીને જમીનની ગુણવત્તા મુજબના પોષકતત્વોથી વધુ નફો મળે
વાંકાનેરના ગાંગીયાવદર અને મોરબીમાં જવાહર હનુમાનજી મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો
SHARE








વાંકાનેરના ગાંગીયાવદર અને મોરબીમાં જવાહર હનુમાનજી મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો
અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ‘પ્રોજેક્ટ અભિમન્યુ’માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આઈસીડીએસના દલડી સેજા હેઠળના ગાગીયાવદર ગામે શિવ મંદીર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી જ રીતે મોરબી ઘટક-૨ ના ખાખરાળા સેજાના જવાહર હનુમાનજી મંદિર (ભડિયાદ કાંટે)- નજરબાગ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ગર્ભ સંસ્કાર વિધીમાં ૭ સગર્ભા બહેનોએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમમાં ગાયત્રી ચેતના કેન્દ્રના ભાવનાબેન કડીવાર દ્વારા ગર્ભ સંસ્કારથી થતા ફાયદા,સગર્ભામાતા,બાળક અને પરીવાર ને થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે ઘટક-૨ ના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકા અંજલીબેન વિરડા, આંગણવાડીના વર્કર બહેનો તથા હેલ્પર બહેનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા અને દાતાઓ દ્વારા સગર્ભા બહેનો માટે પૌષ્ટિક કીટ (સુખડી મગ અને કિવી) વિતરણ કરવામાં આવ્યું હતું

